Tel No. (0278) 2515646 (A.O), (0278) 2519981 (Chairman)

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલછે.

ઈતિહાસ  

  • સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩ માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે, વિચારણાના ને અંતે માનીને  ૧૭૨૩ માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ- અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે  ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો  તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું  અગત્યનું બંદર બની રહ્યું.
  • હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે.
  • ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.   ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.

ભાવનગર રજવાડાના સ્વાતંત્ર્યસેનાનીઓ

  • બળવંતરાય મહેતા
  • જાદવજીભાઈ મોદી
  • જગુભાઈ પરીખ
  • નાનાભાઈ ભટ્ટ
  • ગુણવંતભાઈ પુરોહિત
  • અખીલેશ્વરીબેન મહેતા
  • ગજાનન પુરોહિત
  • રાજાભાઈ લખાણી
  • પૃથ્વીરાજસિંહ આઝાદ
  • તારાબહેન મોદક
  • ગિજુભાઈ બધેકા
  • મૂળશંકર ભટ્ટ

કલાનગરી

૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.

જોવા લાયક સ્થળો

  • નિલમબાગ પેલેસ
  • ભાવવિલાસ પેલેસ
  • ગૌરીશંકર તળાવ
  • ગંગા દેરી
  • ગંગા જળીયા તળાવ
  • મોતિબાગ ટાઉન હોલ
  • ગાંધી-સ્મૃતિ
  • સરદાર-સ્મૃતિ
  • શ્રી તખ્તેશ્વર મહાદેવ
  • વિક્ટોરિયા પાર્ક
  • બાર્ટન પુસ્તકાલય
  • શામળદાસ કોલેજ
  • આયુર્વેદ કોલેજ
  • શ્રી ગોળીબાર હનુમાનજી મંદિર