પુસ્તક મસ્તક ખોલે છે કલ્પના શકિત, ઈચ્છાશકિત, સંકલ્પશકિતના રંગો બાળકોના જીવનમાં પુસ્તકો પુરતા હોય છે. એક પણ ઈંચ હલ્યા વગર પુરા બ્રમ્હાંડની સફર પુસ્તકો દ્વારા શકય બને છે.
બાળકોના સર્વાંગી વિકાસમાં પુસ્તકાલય બહુ અગત્યનો સ્તંભ છે. પુસ્તકાલય શિક્ષાણનું ધબકતુ હદય છે, જેના વિના શાળા કલગી વગરના મોર જેવી કરૂપી લાગે.
સાહિત્યથી લઈ તત્વજ્ઞાન સુધી, જાણવા જેવાથી લઈ માણવા જેવા સુધીના પુસ્તકોનું સંકલન નગર પ્રાથમિક શિક્ષાણ સમિતિની શાળાઓના પુસ્તકાલયોમાં સંકલીત છે.
બાળકોમાં ઈતર વાંચન ક્ષમતાનો વિકાસ થાય તથા તેમના જ્ઞાનનો વ્યાપ વધે તે માટે શાળા કક્ષાાએ પુસ્તકોથી સમૃદ્ધ એવુ પુસ્તકાલય તેમજ વર્ગખંડ પુસ્તકાલય નગર પ્રાથમિક શિક્ષાણ સમિતિની શાળાઓ ધરાવે છે.