પ્રાથમિક અભ્યાસ :- શ્રી દેવલી પ્રા.શાળા તા.તળાજા, વર્ષ :- ઈ.સ.૧૯૭૬ થી ઈ.સ.૧૯૯૩
માધ્યમિક અભ્યાસ :- શ્રી શારદા મંદિર માધ્યમિક વિદ્યાલય દેવલી, વર્ષ :- ઈ.સ.૧૯૯૪ થી ૧૯૯૭
ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ :- શ્રી સત્યનારાયણ વિદ્યાલય સથરા, વર્ષ :- ઈ.સ.૧૯૯૮ થી ૧૯૯૯
સ્નાતક :- શ્રી શામળદાસ આર્ટસ કોલેજ,ભાવનગર,વર્ષ :- ઈ.સ.૨૦૦૦ થી ૨૦૦૨
બી.એડ. :- શ્રી રાધેશ્યામ મહાવિદ્યાલય,મહુવા વર્ષ :- ઈ.સ.૨૦૦૪
અનુ.સ્નાતક :- ભાવનગર યુનિવર્સીટી ભાવનગર વર્ષ :- ઈ.સ – ૨૦૦૫
પી.એચ.ડી :- ભાવનગર યુનિવર્સીટી,ભાવનગર હાલ શરુ
-: સરકારી સેવાનો વૃતાંત :-
(૧) પ્રાથમિક શિક્ષક :- તા.૦૮/૧૨/૨૦૦૪ થી ૧૮/૦૬/૨૦૦૭
શ્રી પાદરી(ગો) પ્રા.શાળામાં વિદ્યા સહાયક તરીકે
(૨) કેળવણી નિરીક્ષક :- તા.૧૯/૦૬/૨૦૦૭ થી ૩૦.૦૩.૨૦૧૭
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી,મહુવા,
વર્ષ ૨૦૧૧ થી કેળવણી નિરીક્ષક તરીકે મહુવાનો વધારાનો ચાર્જ
અને તા.૦૮/૧૦/૨૦૧૫ થી જેસર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો
વધારાનો ચાર્જ
(3)એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી,નર્મદા તા.૩૧.૦૩.૨૦૧૭ થી ૩૧.૦૮.૨૦૧૭
(૪)પ્રિન્સીપાલ મોડેલ સ્કૂલ તલગાજરડા અને શાસનાધિકારી,મહુવા તા.૧.૯.૨૦૧૭ થી ૨૫.૧૧.૨૦૧૮
(૫)શાસનાધિકારી,ભાવનગર તા.૨૬.૧૧.૨૦૧૮ થી
-: વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિઓ :-
શૈક્ષણિક નવરાત્રી - વર્ષ ૨૦૧૪ :- બાળકોમાં રહેલી સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઓળખવા અને તેને નિખારવા ૧૦૦૯ જેટલા બાળકોને સ્ટેજ પ્રુરુ પાડ્યુ તથા અંદાજીત ૨ લાખ જેવી રકમનો ખર્ચ દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યો.
પેરીસ્કોપ :- શાળાઓમાં થયેલી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અન્ય શાળાઓ સુધી પહોચે તથા બાળકો તથા વિશિષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહન મળે તે હેતુસર તાલુકા કક્ષાએ એક શૈક્ષણિક સામયિક ૬૦૦ જેટલી શાળાઓમાં વિનામુલ્યે પહોચાડવામાં આવે છે.
પુસ્તક મેળો :- દરેક શાળાને ઉત્તમ ગુણવતાવાળા પુસ્તકો મળી રહે તે માટે અભ્યાસક્રમ ઉપયોગી ૧૭૦૦ જેટલા પુસ્તકો પ્રદર્શનમાં મૂકીને ૧૦૦ જેટલી શાળાઓને પસંદગીના પુસ્તકો પહોચે તેવી સુવ્યવસ્થિત ગોઠવણી કરેલ.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ :- વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો મળી રહે તે માટે સઘન ઝુંબેશ ચલાવેલ અને તેમાં ભવ્ય સફળતા મેળવેલ.
માહિતીનાં પ્રત્યાયનમાં ટેકનોલોજીના ઉપયોગ :- (૧) એજ્યુકેશન બ્લોગ (૨) એજ્યુકેશન મોબાઈલ એપ્લીકેશન (૩) ઓછા પેપરવર્કને કેન્દ્રમાં રાખી મહતમ કોમ્પ્યુટરનો ઉપયોગ
શિક્ષકો તથા આચાર્યો માટે ખાસ કૌશલ્ય વર્ધક કાર્યક્રમો :- (૧) મુખ્ય શિક્ષક વર્કશોપ (૨) ઇનોવેટીવ શિક્ષકો માટે મા ફાઉન્ડેશન જેવી સંસ્થાના સહયોગથી ખાસ વર્કશોપ (૩) પીડીલાઈટના સહયોગથી મહુવા તાલુકાના ઇનોવેટીવ શિક્ષકો માટે વર્કશોપ.
અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથેનું તાદામ્ય :- (૧) પીડીલાઈટના સહયોગથી લર્નિંગ ડીલાઈટ સોફ્ટવેરનું ૧૦૦ જેટલી શાળાઓમાં સફળ ઈન્સ્ટોલેશન અને તેના મારફત શાળાના બાળકોને ટેકનોલોજથી શિક્ષણનો લાભ. (૨) પીડીલાઈટના સહયોગથી મહુવા તાલુકાની તમામ શાળાઓમાં પુસ્તકોના યોગદાન માટે ચયનની કામગીરી (૩) પેરેટીંગ for પીસ સંસ્થા સાથે જોડાણ તથા તેના તમામ વર્કશોપમાં હાજરી. (૪) સમન્વય પરિવાર સાથે જોડાણ તથા તેની શૈક્ષણિક ગોષ્ઠીઓમાં હાજરી.